શિવભક્ત રાહુલ ગાંધી ડરો નહીં અને ડરાવો નહિનો સંદેશ આપવા આવી રહ્યાં છેઃ અમિત ચાવડા

08:23 PM Jul 06, 2024 | gujaratpost

અમદાવાદઃ રાહુલ ગાંધી આજે અમદાવાદના પ્રવાસે છે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. દરમિયાન કોંગ્રસ નેતા અમિત ચાવડાએ કહ્યું, રાહુલ ગાંધી શાંતિ- અહિંસા અને સર્વધર્મ સંભવ સ્થાપવા આવી રહ્યાં છે. આજે દુઃખી પરિવારોને મળવા આવી રહ્યાં છે. શિવભક્ત રાહુલ ગાંધી ડરો નહીં અને ડરાવો નહીંનો સંદેશ આપવા આવી રહ્યાં છે. ધર્મના નામે થતી રાજનીતિને અટકાવવા રાહુલ ગાંધી આવી રહ્યાં છે.

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહ છે. રાહુલ ગાંધીને આવકારવા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન પહોંચી ચુક્યાં છે. રાજીવ ગાંધી ભવન પર કાર્યકર્તાઓનો જમાવડો શરૂ થઈ ગયો છે. ઉપરાંત વશરામ સાગઠીયા, લાલજી દેસાઈ, શૈલેષ પરમાર પણ રાજીવ ગાંધી ભવન પહોંચી ગયા છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી સંબોધન કરશે. રાહુલના સંબોધન સ્થળની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અંદાજિત 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર એક સ્ક્રીન મૂકવામાં આવી છે. બહારથી કાર્યકરો અને આગેવાનો સંબોધન સાંભળી શકે તેની વ્યવસ્થા કરાઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526