અરવલ્લીઃ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ મોટી જાહેરાત કરી છે.સંગઠન નિર્માણ અભિયાન હેઠળ 41 રાષ્ટ્રીય નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક અસરથી આ નિમણૂકોને મંજૂરી આપી છે.
આ નિરીક્ષકોને રાજ્યની 41 જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ના પ્રમુખોની પસંદગી અને સંગઠનનું પુનર્ગઠન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક જિલ્લા સમિતિમાં એક AICC નિરીક્ષક સાથે ચાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. એઆઈસીસી નિરીક્ષક તે જૂથના કન્વીનર રહેશે. ગુજરાત માટે પહેલાથી જ નિયુક્ત કરાયેલા ચાર AICC સચિવો તેમના સંબંધિત ઝોનમાં પ્રક્રિયાનું સંકલન કરશે.
આ બધા નિરીક્ષકોની પહેલી બેઠક મંગળવાર, 15 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 3 વાગ્યે અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજાશે. આ બેઠકમાં, સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અને જમીની સ્તરે જરૂરી ફેરફારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે.
કોંગ્રેસનો ઉદ્દેશ જિલ્લા એકમોને સશક્ત બનાવવાનો અનેે પક્ષના ઉમેદવારોની પસંદગીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ અને તેમના પ્રમુખોને પક્ષના પાયા તરીકે સ્થાપિત કરવામાં આવશે.
આ 41 રાષ્ટ્રીય નિરીક્ષકોમાં ઘણા સિનિયર નેતાઓનો સમાવેશ થાય છે, તેમાં બાળાસાહેબ થોરાટ, બીકે હરિપ્રસાદ, મણિકમ ટાગોર, હરીશ ચૌધરી, અજય કુમાર લલ્લુ, બીવી શ્રીનિવાસ, પ્રણતિ શિંદે, ઈમરાન મસૂદ અને નીરજ ડાંગીનો સમાવેશ થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++