ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે

02:03 PM Jun 10, 2024 | gujaratpost

બેઇજિંગઃ ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ચીનના રાજદૂતે અભિનંદન આપતાં આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિને વળગી રહીને બંને દેશો મજબૂત અને સ્થિર  સંબંધો આગળ વધારશે. ભારત અને ચીન વચ્ચે જૂનો સીમા વિવાદ છે. 2020માં બંને દેશો વચ્ચે હિંસક સૈન્ય સંઘર્ષ થયો હતો. બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા હતા. પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. આવી સ્થિતિમાં ચીનના અભિનંદન સંદેશને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યાં છે.

ચીનના રાજદૂતે શું કહ્યું ?

ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​X પર લખ્યું ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ નરેન્દ્ર મોદીજીને અભિનંદન. એવી આશા છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિને વળગી રહીને ચીન અને ભારત મજબૂત અને સ્થિર ચીન-ભારત સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.

ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ​ કહ્યું કે ચીન-ભારત સંબંધોને મજબૂત અને સ્થિર કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપેક્ષા છે. જે બંને દેશો, ક્ષેત્રો અને વિશ્વના હિત માટે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526