+

મહાસત્તા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં અફડાતફડી, ટ્રમ્પ અંદર હતા ત્યારે જ બહાર 25 રાઉન્ડ ફાયરિંગ થયું

વોશિંગ્ટનઃ ફરી એક વખત અમેરિકામાં સનસનીખેજ ઘટના બની છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા તે જ સમયે બહાર પરિષરમાં 25 રાઉન્ડ ગોળીબાર થયો હતો. સુરક્ષા એજન્સીઓ સ્થિતી સંભાળી લીધી છે. યુએસ સિ

વોશિંગ્ટનઃ ફરી એક વખત અમેરિકામાં સનસનીખેજ ઘટના બની છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા તે જ સમયે બહાર પરિષરમાં 25 રાઉન્ડ ગોળીબાર થયો હતો. સુરક્ષા એજન્સીઓ સ્થિતી સંભાળી લીધી છે.

યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું કે શનિવારે સાંજે, 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યું વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની બેગમાંથી હથિયાર કાઢ્યું અને ગોળીબાર કર્યો. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો, જેમાં એ વ્યક્તિ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટના દરમિયાન એક રાહદારીને પણ ગોળી વાગી છે.

ગોળીબારની ઘટના બાદ, યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ સ્નાઈપર ટીમો વ્હાઇટ હાઉસની છત પર તૈનાત જોવા મળી હતી. સ્નાઈપર ટીમો સમગ્ર સંકુલને સુરક્ષિત રાખવા માટે ઉંચા સ્થળોએ તૈનાત હતી.

વ્હાઇટ હાઉસ પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ નેસિર બેસ્ટ તરીકે થઈ છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ વ્યક્તિ જે પોતાને ઈસુ ખ્રિસ્ત માનતો હતો. આ શખ્સે જ વ્હાઇટ હાઉસ ચેકપોઇન્ટ પર ગોળીબાર કર્યો હતો.

વ્હાઇટ હાઉસ એ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. તે યુએસની રાજધાની વોશિંગ્ટન, ડી.સી.માં સ્થિત છે. અહીં અમેરિકન રાષ્ટ્રપતિ વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરે છે. આ ઉપરાંત અહીં રાષ્ટ્રપતિના સલાહકારોની ઓફિસો પણ છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, FBI ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે પોલીસે ગોળીબાર કરનારને જવાબ આપ્યો હતો. સાથે જ એફબીઆઇની ટીમો પણ અહીં હાજર છે અને આ કેસની તપાસ કરી રહી છે.

facebook twitter