+

પાકિસ્તાનમાં સૈનિકો લઇને જઇ રહેલી ટ્રેન પર થયેલા આત્મઘાતી હુમલામાં 23 લોકોનાં મોત, મજીદ બ્રિગેડે લીધી જવાબદારી

આ ટ્રેનમાં પાકિસ્તાનના સૈનિકો જઇ રહ્યાં હતા તેમને નિશાન બનાવાયા  બલૂચ લિબ્રેશન આર્મી (BLA) ની આત્મઘાતી પાંખ મજીદ બ્રિગેડે લીધી હુમલાની જવાબદારી  ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્

આ ટ્રેનમાં પાકિસ્તાનના સૈનિકો જઇ રહ્યાં હતા તેમને નિશાન બનાવાયા 

બલૂચ લિબ્રેશન આર્મી (BLA) ની આત્મઘાતી પાંખ મજીદ બ્રિગેડે લીધી હુમલાની જવાબદારી 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં 23 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, તેમની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.

ચમન ફાટક વિસ્તારમાં કેન્ટોનમેન્ટ તરફથી આવી રહેલી એક ટ્રેનને નિશાન બનાવીને રેલવે ટ્રેક નજીક ભયાનક બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ હુમલો ફ્રન્ટિયર કોરના હેડક્વાર્ટરના ગેટ પાસે જ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ એક આત્મઘાતી હુમલો હતો અને બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે અંધાધૂંધ ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી 23 લોકોનાં મોત થયા છે. 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે ટ્રેકની નજીક પાર્ક કરેલા અન્ય કેટલાક વાહનો પણ આ આગની ઝપેટમાં આવી જતા સળગી ગયા હતા.

બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી બલૂચ સંગઠનો દ્વારા શાહબાઝ શરીફ સરકારને અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યા છે, જે દરમિયાન આ મોટી આતંકી ઘટના સામે આવી છે. ધડાકાની માહિતી મળતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘાયલોને સારવાર માટે ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

 

facebook twitter