ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post

07:20 PM Jul 26, 2024 | gujaratpost

(Photo:  AMC)

14 વર્ષ સુધીના બાળકોને ભરડામાં લઈ રહ્યો છે આ વાયરસ

સેન્ડ ફ્લાય નામની માખી ફેલાવે છે આ રોગ

મચ્છર અને માખીઓથી સાવધાન રહેજો

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ચાંદીપુરા વાયરસનો પ્રકોપ (chadipura virus outbreak in Gujarat) વધી રહ્યો છે.નાના શહેરોમાંથી (villages, towns) હવે આ રોગ મહાનગરોમાં (mega cities) બાળકોને ભરડામાં લઇ રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 124 પર પહોંચી છે. જે  પૈકી 45 થી વધુ બાળકોનાં મોત થતા હાહાકાર મચી ગયો છે. બાળકોના માતા પિતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તબીબોનાં જણાવ્યાં અનુસાર વાયરસ સિઝનલ હોવાથી વરસાદી માહોલમાં ભેજના કારણે ફેલાઈ છે. આ વાયરસથી બચવા માટે સાવચેતી જાળવવી અનિવાર્ય છે.

આરોગ્ય મંત્રલાયના આંકડા પ્રમાણે, ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થઈ ગયુ છે અને ચાંદીપુરા વાઈરસને કાબૂમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી શરૂ કરવામા આવી છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં હજારો કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ છે, દર્દીઓના ઘર તેમજ આસપાસના ઘરો મળીને 41,211 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હજુ પણ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં 54 દર્દીઓ દાખલ છે, 24 દર્દીઓને રજા અપાઈ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526