+

કેનેડાની નદીમાં ડૂબી ગયેલા સુરતના વિદ્યાર્થીનો મૃતદેહ ટૂંક સમયમાં વતન પહોંચશે- Gujarat Post

(મૃતકની ફાઇલ તસવીર) ક્રાઉડ ફંડિંગ દ્વારા ફાળો ઉઘરાવાયો 1 જુલાઈના રોજ બની હતી ગોઝારી ઘટના સુરતઃ ગુજરાતમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે જાય છે અને ક્યારેક તેમના પરિવાર માટે આજીવ

(મૃતકની ફાઇલ તસવીર)

ક્રાઉડ ફંડિંગ દ્વારા ફાળો ઉઘરાવાયો

1 જુલાઈના રોજ બની હતી ગોઝારી ઘટના

સુરતઃ ગુજરાતમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે જાય છે અને ક્યારેક તેમના પરિવાર માટે આજીવન ન ભૂલી શકાય તેવી ઘટનાઓ બની જાય છે. સુરતના મકના ગામનો રહેવાસી જશ પટેલ કેનેડાના પીટરબરોમાં ફ્લેમિંગ કોલેજેમાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. 1 જુલાઈ કેનેડા ડેના દિવસે જશ તેના મિત્રો સાથે ઓટોનાબી નદી પાસે ચાલી રહેલી ડે સેલીબ્રેશનની પાર્ટીમાં ગયો હતો. આ દરમિયાન નદીના પાણીમાં ડૂબ્યો હતો.  

નદીમાં પડી જવાથી જશે મદદ માટે બૂમો પાડતાં બે મિત્રોએ પોલીસને ફોન કરીને તેને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં ઘટનાના બીજા દિવસે નદીમાં સર્ચ કરીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહને ભારતમાં લાવવા માટે તેના વિદ્યાર્થી મિત્રોએ એકજૂથ થઈને આર્થિક સપોર્ટ કર્યો હતો. જેમાં યુવકના મૃતદેહને ભારત પર મોકલવા માટે વિદ્યાર્થીઓએ કેનેડામાં ક્રાઉડ ફન્ડિંગ અને રેલી કાઢીને ફાળો એકત્રિત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ ભેગા મળીને યુવકના મૃતદેહને હવાઈમાર્ગે અમદાવાદ મોકલવાની કામગીરી કરી હતી. ગુજરાતી સમુદાય અને સ્થાનિક કેનેડિયન તરફથી સારો એવો સપોર્ટ કરાતાં 10 દિવસમાં 48 હજાર કેનેડિયન ડોલર ભેગા થયાં હતા. આ બાદ યુવકના મૃતદેહને હવાઈમાર્ગ દ્વારા સુરત ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter