નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી સ્કૂલો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત 21 સ્કૂલોનું જોડાણ છીનવી લેવામાં આવ્યું છે, જેમાંથી 16 સ્કૂલો દિલ્હીની અને 5 સ્કૂલો રાજસ્થાનની છે.
દિલ્હીની છ માધ્યમિક સ્કૂલોનો દરજ્જો ઘટાડી દેવામાં આવ્યો છે. જે સ્કૂલોનું જોડાણ પાછું ખેંચવામાં આવ્યું છે,તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમનું વર્તમાન સત્ર પૂર્ણ કરી શકશે. આગામી સત્રથી સ્કૂલો પર કાર્યવાહી લાગુ કરવામાં આવશે.
શું હતો મામલો, કેમ લેવામાં આવી કાર્યવાહી ?
આ પગલું સપ્ટેમ્બરમાં રાજસ્થાન અને દિલ્હીની સ્કૂલોમાં કરવામાં આવેલા નિરીક્ષણને કારણે છે.જેમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. કાર્યવાહી હેઠળ આવરી લેવામાં આવેલી સ્કૂલોમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગેરહાજર હતા. ઉમેદવારો અને રેકોર્ડની જાળવણી પણ યોગ્ય ન હતી.
સ્કૂલોના જોડાણ અને પરીક્ષાના નિયમો અનુસાર વિદ્યાર્થીઓની નિયમિત હાજરીના ધોરણો ચકાસવા માટે સપ્ટેમ્બરમાં રાજસ્થાન અને દિલ્હીમાં સ્કૂલોની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. CBSE સેક્રેટરીએ કહ્યું કે તમામ 27 ડમી સ્કૂલોને કારણ બતાવીને નોટિસ જારી કરવામાં આવી છે અને 30 દિવસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.
દિલ્હીની કઇ શાળાઓ પર કાર્યવાહી કરવામાં આવી ?
- ખેમા દેવી પબ્લિક સ્કૂલ, નરેલા
- વિવેકાનંદ સ્કૂલ, નરેલા
- સંત જ્ઞાનેશ્વર મોડલ સ્કૂલ, આલીપુર
- પીડી મોડલ માધ્યમિક શાળા, સુલતાનપુરી રોડ
- સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ, ખંજવાલ, ઉત્તર પશ્ચિમ દિલ્હી
- રાહુલ પબ્લિક સ્કૂલ, રાજીવ નગર એક્સ્ટેંશન
- ભારતી વિદ્યા નિકેતન પબ્લિક સ્કૂલ, ચંદ્ર વિહાર, પશ્ચિમ દિલ્હી
- યુએસએમ પબ્લિક સેકન્ડરી સ્કૂલ, નાંગલોઈ
- એસજીએન પબ્લિક સ્કૂલ, નાંગલોઈ
- એમડી મેમોરિયલ પબ્લિક સ્કૂલ, નાંગલોઈ
- આરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, બાપ્રોલા
- હીરાલાલ પબ્લિક સ્કૂલ, મદનપુર
- બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ, મુંગેશપુર
- હંસરાજ મોડલ સ્કૂલ, રોહિણી સેક્ટર 21
- કેઆરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, ધનસા રોડ
- એમ.આર.ભારતી વરિષ્ઠ માધ્યમિક શાળા, મુંડકા
રાજસ્થાનની આ સ્કૂલો પર સંકજો કસ્યો
- વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ, સીકર
- પ્રિન્સ હાયર સેકન્ડરી સ્કૂલ, સીકર
- શિવ જ્યોતિ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, કોટા
- એલબીએસ પબ્લિક સ્કૂલ, કોટા
- લોર્ડ બુદ્ધ પબ્લિક સ્કૂલ, કોટા
CBSEએ જણાવ્યું હતું કે ડમી ચલણને કારણે વિદ્યાર્થીઓના સામાન્ય વિકાસ પર વિપરીત અસર પડે છે. આ મુદ્દાને ઉકેલવા માટે અમે ડમી શાળાઓના ફેલાવાને રોકવા માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યાં છીએ. તમામ સંલગ્ન સંસ્થાઓને ડમી કે ગેરહાજર પ્રવેશ સ્વીકારવાની લાલચ ટાળવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે અથવા તેમની સામે કડક પગલા લેવાશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/