- અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ રદ કરવામાં આવી
- ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યાં
Ahmedabad Railway News: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જેના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે.
બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું, મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાત્રે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી.
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે વટવા-અમદાવાદ લાઇનની આસપાસ કામ કરતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રીઓમાંથી એક ગર્ડરનું લોંચિંગ પૂર્ણ કર્યા પછી પાછું ખેંચતી વખતે આકસ્મિક રીતે તેની જગ્યાએથી સરકી ગઈ હતી. જેને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. વટવા-અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પરની ટ્રેન સેવાઓને અસર થઈ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++