સતત ત્રીજા દિવસે માથાભારે શખ્સોની મિલકતો તોડી પાડવામાં આવી
સાબરમતીના કાંઠે 6300 ફૂટ જગ્યામાં હવેલી બનાવી હતી
અમદાવાદઃ વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોની ગુંડાગીરી બાદ ગુજરાત પોલીસે 7000થી વધુ માથાભારે ઈસમોનું લિસ્ટ તૈયાર કરીને તેમની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કરી દીધું છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથા ભારે તત્વોની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી છે.જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી હતી. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઈસ્માઈલ પેલેસ જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વેજલપુર પોલીસે જણાવ્યું કે આ જગ્યા ખેતીલાયક છે અને અહીં મોટા રૂમ અને સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થા છે. આ જગ્યા ઈકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરે છે અને હાલ એને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.
કોઈ પણ મંજૂરી લીધા વિના કરવામાં આવેલા બાંધકામને તોડવા માટે એક હિટાચી મશીન અને બે જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું છે, જ્યાં કોઈપણ વ્યક્તિને પહોંચવું હોય તો બે વખત વિચાર કરવો પડે એટલી વિશાળ જગ્યામાં આ બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++