નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું. બજેટમાં સૌથી મોટી જાહેરાત રૂપિયા 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તે હતી. બજેટ પર કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, આ 'ગોળીના ઘા પર બેન્ડ-એઇડ' લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે મોટા ફેરફારોની જરૂર હતી. પણ આ સરકાર વિચારોની બાબતમાં નાદાર છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવ્યાં હતા. અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, બજેટ-2025 એ દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના મોદી સરકારના વિઝનની રૂપરેખા છે.
કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એકસ પર પોસ્ટ કરતા કહ્યું, 'નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકાસના ચાર એન્જિન- કૃષિ, MSME, રોકાણ અને નિકાસ વિશે વાત કરી હતી, પરંતુ બજેટ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે.
બીએસપીના માયાવતીએ બજેટને લઈ મોદી સરકારની આલોચના કરી હતી. તેમણે કહ્યું દેશમાં મોંઘવારી, ગરીબી, બેકારી છે.રસ્તા, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે લોકો ત્રસ્ત છે. ભાજપ સરકારનું બજેટ કોંગ્રેસની જેમ રાજકીય સ્વાર્થવાળું વધારે અને દેશહિતનું ઓછું લાગે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++