રખડતા પશુઓનો આતંક, બોટાદમાં આખલો બાઇક ચાલક સાથે અથડાયો, યુવકનું મોત-Gujarat Post

11:16 AM Jan 17, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

બોટાદઃ રાજ્યમાં રોડ પર રખડતાં પશુઓના ત્રાસને લઈ કોર્ટે ફટકાર લગાવી હોવા છતાં આ મુદ્દાનો ઘણી જગ્યાએ કોઈ ઉકેલ આવ્યો નથી. બોટાદના સ્માર્ટ સિટી સોસાયટી ખાતે રહેતો યુવાન પોતાના મોટર સાઇકલ પર ઘર તરફ જતો હતો તે દરમિયાન અચાનક બાઈક આડે આખલો આવી જતા મોટર સાયકલ અથડાતા તેનું શિંગડું છાતીમાં વાગવાથી ગંભીર ઇજા થઈ હતી. જે બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત અનુસાર બોટાદના સ્માર્ટ સિટી સોસાયટી ખાતે રહેતા મનીષભાઈ નવનીતરાય દેસાઈએ પાળીયાદ પોલીસ મથકમાં જાહેર કર્યાં મુજબ, તેમનો પુત્ર ખ્યાતભાઈ પાળીયાદ રોડ ઉપર આવેલા નવકાર ફાર્મ હાઉસ ખાતે જમણવારમાંથી પરત ઘરે જતો હતો ત્યારે પાળીયાદથી બોટાદ રોડ ઉપર નવા માર્કેટીંગ યાર્ડ પાસે અમર ગાર્ડન હોટલ સામે પહોચતા રસ્તામાં રોડ ઉપર અચાનક બાઈક આડે આખલો આવી જતા તેનું શિંગડું છાતીમાં વાગી જતા છાતીના ભાગે ગંભીર ઇજા થતા થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post