બોટાદના કુંભારા ગામે પીકઅપ પલટી ખાઇ જતા પિતા-પુત્રીનું મોત, 25 લોકો ઇજાગ્રસ્ત

11:41 AM Mar 15, 2024 | gujaratpost

બોટાદઃ કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી ખાઈ જતા પિતા અને પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 25 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાત્રિના સમયે અકસ્માત થતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

વિંછીયાથી શ્રમિકો ભરેલી પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પિતા પુત્રીના ઘટનાસ્થળે મોત થયું હતું.

અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો, કેટલાક ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post