+

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ થયેલા અમદાવાદના વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો

અમદાવાદઃ નિકોલ વિસ્તારના રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપનો મૃતદેહ જ્યોર્જિયામાં મટકવારી નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે, વિદેશમાં તે 16 દિવસથી ગુમ હતો. ધ્વનિત ડૉક્ટર બનવાના પોતાના સ

અમદાવાદઃ નિકોલ વિસ્તારના રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપનો મૃતદેહ જ્યોર્જિયામાં મટકવારી નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે, વિદેશમાં તે 16 દિવસથી ગુમ હતો. ધ્વનિત ડૉક્ટર બનવાના પોતાના સપનાને સાકાર કરવા માટે વિદેશ ગયો હતો અને છેલ્લે 14 મેના રોજ તેની સાથે વાત થઈ હતી, ત્યાર બાદ પરિવારનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ધ્વનિત મૂળ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યાં પછી તેના માતાપિતાએ તેને જ્યોર્જિયાના સુરક્ષિત દેશમાં ખસેડવાનું નક્કી કર્યું હતુ. તે બે વર્ષથી વધુ સમયથી કાકેશસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBS માં અભ્યાસ કરતો હતો. તે અભ્સાયસમાં હોશિયાળ હતો અને તેને અનેક સંશોધન પત્રો પણ લખ્યા હતા. તેણે કોઈ પાર્ટ-ટાઇમ કામ કર્યું ન હતું અને સંપૂર્ણપણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ગુમ થયાના થોડા અઠવાડિયા પહેલા, ધ્વનિતને અનિલ નામના દક્ષિણ ભારતીય વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા પેઇંગ ગેસ્ટ આવાસમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના સામાન સાથે છેડછાડ થઈ રહી હતી, ખોરાક ચોરાઈ રહ્યો હતો, કપડાં ફેંકી દેવામાં આવી રહ્યાં હતા અને પૈસા ગાયબ થઈ રહ્યાં હતા. જ્યારે ધ્વનિતે ઘર ખાલી કરવાનો નિર્ણય લીધો અને તેની ડિપોઝિટ પાછી માંગી ત્યારે પરિસ્થિતિ તંગ બની હતી.

તેના પિતા, ડૉ. મયુર રાજદીપે ખુલાસો કર્યો કે અનિલે ડિપોઝિટ પરત કરવાનો ઇનકાર કર્યો હતો, ધ્વનિત પર મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને વધારાના પૈસાની માંગણી કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અનિલ અને તેના સાથીઓએ ધ્વનિતનો ફોન લઇ લીધો હતો, તેને રૂમમાં બંધ કરી દીધો હતો અને ફોન અને ચેટ પર અપશબ્દોનો ઉપયોગ કરીને તેના પિતા પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરિવારે પૈસા ચૂકવી દીધા હતા, ત્યાર બાદ ધ્વનિતને છોડી દેવામાં આવ્યો હતો અને ટેક્સીમાં ઘટના સ્થળેથી ચાલ્યો ગયો હતો.

તેણે તેના પિતાને કહ્યું કે ભૂતકાળમાં એક છોકરી સાથે પણ આવું જ વર્તન થયું હતું અને આ જ કારણ હતું કે તે જ્યોર્જિયા છોડીને ગઈ હતી. ત્યાર બાદ, ડૉ. મયૂરે તેમના પુત્ર માટે ભારત પરત ફરવાની ટિકિટ બુક કરાવી હતી.

14 મેના રોજ, ધ્વનિત પોતાનો પાસપોર્ટ અને ફોન લઈને પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો, તે બપોરે તેના પિતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે લગભગ 20 સેકન્ડ પછી અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ત્યારથી તેનો ફોન બંધ છે. પરિવારે તાત્કાલિક ભારતીય દૂતાવાસ, કોલેજ વહીવટ અને સ્થાનિક જ્યોર્જિયન પોલીસનો સંપર્ક કર્યો હતો.

સોશિયલ મીડિયા અને વિદેશ મંત્રાલયને અપીલ કર્યા બાદ 16 દિવસની શોધખોળ બાદ પરિવારને સૌથી ખરાબ સમાચાર મળ્યાં છે, ધ્વનિતનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. આ સમાચાર સાંભળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

facebook twitter