કેસી ત્યાગી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના વ્યક્તિ
Bihar Politics: કેસી ત્યાગીએ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, હવે મારી ઉંમર નથી રહી કે હું આખી વાત કરી શકું, તેથી મેં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી છોડી દીધી છે.
જનતા દળ યુનાઈટેડના મહાસચિવ અફાક અહેમદ ખાને એક પત્ર જારી કરીને માહિતી આપી કે કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ પદ છોડવાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. તેમના સ્થાને રાજીવ રંજન પ્રસાદને JDUના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યાં છે.
લાંબા સમય સુધી મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કામ કરી ચૂકેલા કિશનચંદ ત્યાગીને 22 મે 2023ના રોજ ફરી એકવાર જનતા દળ યુનાઈટેડના પદ પર સન્માન સાથે પરત કરવામાં આવ્યાં હતા. આ વખતે તેમને વિશેષ સલાહકાર બનાવવામાં આવ્યાં હતા, પરંતુ તેમને મુખ્ય પ્રવાહમાં રાખવા માટે રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526