બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા

10:52 AM Mar 27, 2024 | gujaratpost

મુંબઇઃ બિગ બોસ 17 નો વિજેતા મુનવ્વર ફારુકી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારની મોડી રાત્રે, મુંબઈ પોલીસની એસએસ શાખાએ હુક્કાબારમાં દરોડા પાડ્યાં હતા. જ્યાં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે 41Aની નોટિસ આપીને ફારૂકીને જવા દીધો હતો.

મુનવ્વર ફારૂકી વિવાદોમાં

બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ બાદ હવે બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારૂકી વિવાદમાં આવી ગયો છે. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સ્થિત સબલન હુક્કા પાર્લરમાં ગઈકાલે રાત્રે સમાજ સેવા શાખાએ દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરી હતી. મુનવ્વર પણ આ લોકોમાં સામેલ હતો.

Trending :

પોલીસને બાતમી મળી હતી કે હુક્કા પાર્લરમાં તમાકુની સાથે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુની બનાવટો મળી આવે તો પોલીસ દ્વારા સિગારેટ અને ટોબેકો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો કે મુનવ્વર ફારૂકીને નોટિસ આપવામાં આવી હતી અને રાત્રે જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હજુ સુધી મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મુનવ્વર અગાઉ પણ વિવાદોમાં આવ્યો હતો

આ પહેલીવાર નથી જ્યારે મુનવ્વરનું નામ વિવાદમાં આવ્યું હોય. અગાઉ 2021 માં ઇન્દોરમાં સ્ટેન્ડ-અપ કોમેડી ઇવેન્ટ દરમિયાન ભગવાન રામ વિશે કેટલીક અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેણે અંદાજે 35 દિવસ જેલમાં વિતાવ્યાં હતા. જેલમાંથી બહાર આવ્યાં બાદ પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને માત્ર ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો નથી, તેના ઘણા શો પણ કેન્સલ થયા હતા.

આ પછી તેને કંગના રનૌતના શો લોકઅપ સાથે નવી સફર શરૂ કરી. તે શોનો વિજેતા બનીને લાઇમલાઇટમાં આવ્યો હતો. લોકઅપ જીત્યા પછી તેને બિગ બોસ 17 માં ભાગ લીધો અને શોના વિજેતા તરીકે બહાર આવ્યો હતો. બિગ બોસ જીત્યા બાદ તેની ખુશી ચરમસીમા પર હતી. ફરી એકવાર તેનું નામ વિવાદોમાં જોડાયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post