પીએમ મોદીના અમદાવાદ પ્રવાસ પહેલાં 3 શંકાસ્પદ સિરિયન શખ્સોની અટકાયત

10:45 AM Aug 23, 2025 | gujaratpost

(ફાઇલ ફોટો)

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોલકાતાથી ગુજરાત આવેલા છ શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી ત્રણની અટકાયત કરી છે. આ ત્રણેય ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્ર કરવાનો દાવો કરી રહ્યાં હતા. તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. બાકીના ત્રણ નાગરિકો ફરાર થઈ ગયા છે અને તેમના લોકેશન દક્ષિણ ભારતમાં હોવાનું ગુપ્તચર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસને શંકા કેમ ગઈ ?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આ નાગરિકો પર શંકા ગઈ કારણ કે તેમનો શારીરિક બાંધો સૈનિકો જેવો હતો અને તેઓ અરબી ભાષામાં વાત કરતા હતા. પોલીસને માહિતી મળી હતી કે તેઓ એક મહિના પહેલાં ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને ગાઝામાં થયેલી તબાહી માટે દાન માંગી રહ્યા હતા. જોકે, તેમની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી.

એક શંકાસ્પદ નાગરિકના શરીર પર ગોળી વાગ્યાનું નિશાન જોવા મળ્યું હતું. આ ઉપરાંત, પોલીસે શોધી કાઢ્યું કે તેમણે દાનમાં ભેગા કરેલા પૈસામાંથી 3,400 ડોલર (લગભગ ૩ લાખ રૂપિયા) દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. આ બધી વિગતોના આધારે પોલીસે તેમની અટકાયત કરી હતી અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++