+

ભયાનક માર્ગ અકસ્માત: બિહારમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓનાં મોત

અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 થયો ગંભીર અકસ્માત અકસ્માત ટ્રકચાલકની બેદરકારીના કારણે થયોઃ સ્થાનિકો પટનાઃ બિહારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓનાં મોત

અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા

દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 થયો ગંભીર અકસ્માત

અકસ્માત ટ્રકચાલકની બેદરકારીના કારણે થયોઃ સ્થાનિકો

પટનાઃ બિહારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. આ ઘટના મોતિહારી જિલ્લામાં બની હતી. એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ તમામ શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરીને પાછા ફરી રહ્યાં હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. પોલીસે ટ્રક ડ્રાઇવરને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.

શાહજહાંપુરના દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 પર સિગરિયાવા સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. જેમાં 5 મહિલાઓ સહિત 8 લોકોના મોત થયા છે. દાનિયાવાન પોલીસે આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. 

સ્થાનિકોનું કહેવું છે કે, આ અકસ્માત ટ્રકચાલકની બેદરકારીના કારણે થયો છે. ટ્રક ડ્રાઈવર રિક્ષાને ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

facebook twitter