+

પોપટ સોરઠિયા હત્યા કેસ: રીબડાના અનિરૂદ્ધસિંહની સજા માફી રદ, જેલ જવું પડશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આપેલી સજા માફી રદ કરી હતી. હાઈકોર્ટે તેમને એક મહિનાની અંદર જેલમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે વર્ષ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આપેલી સજા માફી રદ કરી હતી. હાઈકોર્ટે તેમને એક મહિનાની અંદર જેલમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે વર્ષ 2018થી ખોટી રીતે જેલની બહાર આવેલા અનિરૂદ્ધસિંહને ફરીથી આજીવન કેદની સજા ભોગવવી પડશે.

ઘટના શું હતી ?

15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે,2018માં તેમને જેલવડા (જેલ સત્તાવાળાઓ) દ્વારા ખોટી રીતે સજા માફી આપી દેવામાં આવી હતી.

અનિરૂદ્ધસિંહ પાસે હવે શું વિકલ્પો છે ?

હાઈકોર્ટના આદેશ બાદ અનિરૂદ્ધસિંહ જાડેજા પાસે બે રસ્તા છે. પ્રથમ તેઓ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. જોકે, કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે આ રસ્તો મુશ્કેલ છે, કારણ કે સુપ્રીમ કોર્ટને સજા માફી વિશે જાણ કરવામાં આવી ન હતી. બીજો વિકલ્પ તેઓ જેલમાં હાજર થઈને ફરીથી સજા માફી માટે ગુજરાત સરકારને અરજી કરી શકે છે. જોકે, આ પણ મુશ્કેલ છે કારણ કે તેમનું ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ નામ છે.

જો અનિરૂદ્ધસિંહ એક મહિનામાં હાજર નહીં થાય તો શું થશે ?

જો અનિરૂદ્ધસિંહ એક મહિનાની અંદર જેલમાં હાજર નહીં થાય, તો તેમને ભાગેડુ જાહેર કરી તેમની મિલકત અને બેંક ખાતા જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત, હાઈકોર્ટે તેમને ચાર અઠવાડિયા સુધી દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા, પાસપોર્ટ જમા કરાવવા અને સોગંદનામું કરવા માટે પણ જણાવ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter