મુંબઇઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં મુકાયા છે. સીબીઆઈએ કંપની વિરુદ્ધ બેંક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. CBI ટીમો આજે મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ સર્ચ ઓપરેશન RCOM અને અનિલ અંબાણી સંબંધિત સ્થળોએ ચાલી રહ્યું છે.
SBI એ છેતરપિંડીનો કેસ કર્યો હતો. 24 જૂન 2025 ના રોજ બેંકે RBI ને તેની જાણ કરીને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. બેંકે છેતરપિંડીનો રિપોર્ટ RBIને મોકલી દીધો છે અને CBIમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે સીબીઆઈએ ઔપચારિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
EDએ પણ દરોડા પાડ્યાં હતા
સીબીઆઈ સમક્ષ, ઇડીએ ₹17,000 કરોડની લોન છેતરપિંડી કેસની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં અનિલ અંબાણીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. EDએ અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી 50 વ્યાપારિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓના પરિષરમાં દરોડા પાડ્યાં હતા.
SBI એ RCOM ના ખાતાને છેતરપિંડી કેમ જાહેર કરી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને પછી સપ્ટેમ્બર 2024 માં કંપનીને કારણદર્શક નોટિસ જારી કરી હતી.ત્યાર બાદ સરકારી બેંકે કહ્યું કે તેમને કંપનીના જવાબોની તપાસ કરી અને જાણવા મળ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લોનની શરતોનું ઉલ્લંઘન કેમ કર્યું તે સમજાવવામાં નિષ્ફળ ગયું છે.
કંપની ખાતાના સંચાલનમાં અનિયમિતતાઓ અંગેના તેના પ્રશ્નોના યોગ્ય જવાબો આપી શકી નથી.ત્યાર બાદ SBIએ RCOMના ખાતાઓને છેતરપિંડીની શ્રેણીમાં મૂક્યાં અને CBIમાં પણ કેસ નોંધવામાં આવ્યો. આ કેસમાં સીબીઆઈ મુંબઈમાં અનિલ અંબાણીના સ્થળોએ તેની શોધ ચાલુ રાખી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/