Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ

08:57 PM May 23, 2025 | gujaratpost

વડોદરાઃ શહેરમાં એસીબીએ વધુ એક ગુનો દાખલ કર્યો છે, આ કેસમાં ફરિયાદી એ.એન.પ્રજાપતિ, પોલીસ ઇનસ્પેકટર, વડોદરા શહેર એ.સી.બી બન્યાં છે, આરોપી કૌશિક શાંતીલાલ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2, વડોદરા મહાનગર સેવા સદને રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કરી હતી, જેમની સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

આ કામના સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી) એ વર્ષ 2018 માં વડોદરા મહાનગર પાલિકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ 60 લાખ રૂપિયામાં રાખ્યું હતુ. તે સમયે તેમને પાલિકામાંથી ફોન ગયો હતો કે તમને આ ટેન્ડર મળ્યું છે, તો કમિશન પેટે ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.
 
જેમાં દોઢ લાખ રૂપિયાની લાંચ લઇ લેવામાં આવી હતી અને બીજી દોઢ લાખ રૂપિયાની માંગણી કરાઇ રહી હતી. જેનું રેકોર્ડિંગ ફરિયાદીએ કરી લીધું હતુ. જે તે સમયે ફરિયાદીની અરજીને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ, પરંતુ તે ટ્રેપ નિષ્ફળ રહી હતી. બાદમાં રેકોર્ડિંગને આધારે આરોપી પર એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

Trending :