બનાસકાંઠાઃ સરકારી શાળામાં હીંચકો ઝૂલતી બે બહેનોને વીજ કરંટ લાગવાથી મોત, ત્રીજીની હાલત ગંભીર

10:50 AM Apr 06, 2024 | gujaratpost

બનાસકાંઠાઃ સરકારી શાળામાં હીંચકો ઝૂલતી બે માસુમ બહેનોને વીજ કરંટ લાગવાથી મોત થયું છે. ત્રીજી બહેનની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. બે પુત્રીઓના મોતના સમાચાર મળતા પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો હતો.

આ ઘટના દાંતાના તહસીલના પહાડી વિસ્તારના ડુંગરા ગામમાં બની હતી. ત્રણ છોકરીઓ તેમના ભાઈ સાથે સરકારી પ્રાથમિક શાળામાં પાણી પીવા પહોંચી હતી. જ્યાં તેમને હીંચકો જોયો અને ત્યાં ઝૂલવા લાગ્યાં હતા. તે સમયે તેઓને જોરદાર વીજ કરંટનો આંચકો લાગ્યો હતો અને બંનેના મોત થયા હતા.

વીજ કરંટ લાગવાથી બે સગી બહેનોનાં મોત થયા

બાળકોની બૂમો સાંભળીને કેટલાક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. તેમને ઉપાડીને માંકડી સીએચસી સેન્ટરમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. ત્રીજી બહેનની ગંભીર હાલતને ધ્યાનમાં લઈને તેને પાલનપુર સારવાર માટે ખસેડાઇ હતી. મૃતકોના પરિવારે શાળા પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે

આ મામલે પોલીસનું કહેવું છે કે વીજ કરંટ લાગવાથી બે બાળકીઓનાં મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ બાળકીઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post