ACB ટ્રેપ- પાલનપુરમાં ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

12:06 PM Jan 02, 2024 | gujaratpost

પાલનપુરઃ એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ-અધિકારીઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે.પાલનપુર શહેરમાં એસીબીએ છટકું ગોઠવીને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લીધો હતો. શહેરમાં અડચણરુપ વાહનોને ટોઈંગ કરીને ટ્રાફિક સંચાલન યોગ્ય રાખવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ટોઈંગ કરીને વાહનો ચાલકો પાસેથી તોડ કરીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં 100 રુપિયાથી 1000 સુધીની રકમ પડાવાતી હોવાની ફરિયાદ થઇ હતી.

આ અંગે બનાસકાંઠા એસીબી દ્વારા ડિકોય છટકાંની ગોઠવણ કરાઇ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ દિલીપ હીરાભાઈ સોલંકી અને ટોઇંગ રોજમદાર નારણ ધર્માભાઈ પરમારને  રૂપિયા 300 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં હતા.

તાજેતરમાં એસીબીએ વલસાડના ચીફ ટીકીટ ઈન્સ્પેકટર વિજય પટેલને રૂ.1500ની લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા. વિજય પટેલ ટીકીટ વગરના મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવા 200 થી 2000 રૂપિયા સુધીની લાંચ લેતો હતો. ગાંધીનગર એ.સી.બીને માહિતી મળી હતી કે, અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનોમાં ટીકીટ ચેકરો દ્વારા ટીકીટ ન લીધેલા મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની અવેજ પેટે રૂ. 200 થી રૂ. 2000 સુધીની લાંચ લેવામાં આવે છે.

જેને આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં અમદાવાદથી મહેસાણા સુધી વગર ટીકીટે મુસાફરી કરવા દેવાના અવેજ પેટે રૂ.1500 ની લાંચ સ્વીકારતા વિજય પટેલ પકડાયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post