જામનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જામનગર શહેરની હાલત પણ ખરાબ છે. જામનગરમાં અત્યાર સુધીમાં પૂર અને વરસાદના કારણે લગભગ 7 લોકોનાં મોત થયા છે. 500થી વધુ પશુઓએ જીવ ગુમાવ્યાં છે.
મોલના ભોંયરામાં પાણી ભરાયા
પૂર અને વરસાદને કારણે થયેલી તબાહીની સ્થિતિ દયનીય છે. જામનગરના તીન બત્તી ચોક વિસ્તારમાં આવેલા બદરી કોમ્પ્લેક્સમાં ભોંયરામાં હજુ પણ પાણી જમા છે અને ઘણી બધી ગંદકી દેખાઈ રહી છે. જે દુકાનોને નુકસાન થયું છે તે લોકો ટ્રેક્ટરમાં માલ ભરીને બહાર લઇને જઇ રહ્યાં છે.
કાદવથી ભરેલી શેરીઓ
જામનગરમાં શેરીઓ કાદવથી ભરાઇ ગઇ છે. કેટલીક એનજીઓ દ્રારા જરૂરિયાતમંદ લોકોને રોજિંદા જીવન સાથે સંબંધિત કેટલીક આવશ્યક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકો ઘર છોડીને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. લોકોના ઘર કચરો અને કાટમાળથી સંપૂર્ણ ભરાઈ ગયા છે.
વરસાદ પછીની સ્થિતિ
આખા જામનગર સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં દરેક વ્યક્તિ ચિંતિત છે. વરસાદ બાદ પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સામાન્ય લોકો તેમના ઘરોમાંથી સામાન એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે મોટા મોલ અને દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે તમામ સામાન નુકસાન થયું છે. લોકોને ડર છે કે જો સાફ સફાઇ ઝડપથી કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાઇ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526