રાજકોટઃ સીટી બસચાલકે 5 વાહનચાલકોને એક સાથે અડફેટે લેતા 4 લોકોનાં મોત થયા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટાળા ઉમટી પડ્યાં હતા. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. આ અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ સ્પીડમાં આવેલી સીટી બસે કુલ 6 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 4 લોકોનાં મોત થયા છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે સ્થાનિક અને રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઇ હતી. ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો. જે બાદ ટ્રાફિક જવાન પણ ત્યાંથી ભાગી જવા મજબૂર થયો હતો.
મૃતકોમાં રાજુભાઇ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ અને ચિન્મયભાઇ ભટ્ટનો સમાવેશ થાય છેે. આ અકસ્માત મામલે RMC મૃતકોના પરિવારજનોને 15-15 લાખ રૂપિયાની સહાય આપશે અને ઇજાગ્રસ્ત લોકોને 2-2 લાખ રૂપિયાની સહાય આપશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/