ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મહિલાઓ-ગરીબો અને યુવાનોને લઇને અનેક વચનો-Gujarat Post

11:20 AM Apr 14, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ હાજર રહ્યાં હતા. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આ આપણી સૌથી મોટી તાકાત છે. અમે કલમ 370 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, સંસદમાં મહિલાઓને અનામત આપવાનું વચન આપ્યું હતું અને તેને પૂરું કર્યું હતું. રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, આજે નવ એકરમાં ભવ્ય રામ મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

ભાજપના ઢંઢેરામાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે

રોજગાર ગેરંટી

2036માં ઓલિમ્પિક્સનું આયોજન

3 કરોડ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ

મહિલા અનામતનો અમલ કરવાનું વચન

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

માછીમારો માટે યોજના

ઈ-શ્રમ દ્વારા કલ્યાણકારી યોજનાનો લાભ

યોગનું સત્તાવાર પ્રમાણપત્ર પ્રદાન કરવું

2025 આદિવાસી ગૌરવ વર્ષ

દરેક ક્ષેત્રમાં ઓબીસી-એસસી-એસટીનું સન્માન

વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવાની તૈયારી

સમગ્ર વિશ્વમાં રામાયણ ઉત્સવ ઉજવાશે

અયોધ્યાનો વિકાસ

વન નેશન, વન ઇલેક્શન

રેલવેમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યા દૂર કરવી

ઉત્તર પૂર્વ ભારતનો વિકાસ

AI, સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટરમાં વિકાસ કરવો

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post