ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ ધમકી આપ્યાંના આરોપ, જાણો અનુસૂચિત મોરચાના ઉપાધ્યક્ષે શું કહ્યું ?

11:33 AM Jul 08, 2024 | gujaratpost

ઈડરઃ શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં હવે વિવાદો શરૂ થઇ ગયા છે. જૂથવાદ વકરી રહ્યો છે અને નેતાઓ એકબીજાને નીચું દેખાડવામાં વ્યસ્ત છે. હવે ઈડરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તેમણે અનુસૂચિત જાતિ મોરચના ઉપાધ્યક્ષને જોઈ લેવાની ધમકી આપી હોવાના આરોપ લાગ્યા છે. થોડા સમય પહેલા તેઓ રસ્તા પર કોઇની સાથે બબાલ કરતા હોવાના દ્રશ્યો વાઇરલ થયા હતા.

ઇડરના રામદ્વારા મંદિરથી 26મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે રમણલાલ વોરા દર્શન અને રથને પ્રસ્થાન કરાવવા મંદિર પરિષરમાં પહોંચ્યા હતા. દરમિયાન થોડી જ વારમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુભાઇ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતાં. બન્ને નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત બાદ કોઇક મુદ્દે રમણલાલ વોરાએ પિત્તો ગુમાવીને નટુભાઇ પરમારને ગાળો બોલી અપમાનિત કર્યાં હતા અને જોઇ લેવાની ચિમકી આપી હતી.

હવે જોવું રહ્યું કે શિસ્તનો પ્રચાર કરતી ભાજપ પાર્ટી તેમના સિનિયર લિડર રમણલાલ વોરા સામે શું કાર્યવાહી કરે છે. કારણ કે આ આરોપ તેમની જ પાર્ટીના નટુભાઇ પરમારે લગાવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526