+

30 કરોડ રૂપિયાની ડ્રગ્સની 1 લાખ કેપ્સ્યૂલ જપ્ત, બે લોકોની ધરપકડ

(ફોટો સૌ.ANI) આસામઃ ફરી એક વખત અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, આ વખતે પોલીસે 1 લાખ જેટલી ડ્રગ્સની કેપ્સ્યૂલ ઝડપી લીધી છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 30 કરોડ રૂપિયા જેટલ

(ફોટો સૌ.ANI)

આસામઃ ફરી એક વખત અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, આ વખતે પોલીસે 1 લાખ જેટલી ડ્રગ્સની કેપ્સ્યૂલ ઝડપી લીધી છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 30 કરોડ રૂપિયા જેટલી થાય છે. અહીંના એસપી પાર્થ પ્રતિમ દાસે જણાવ્યું કે રાતાબારી પોલીસ સ્ટેશન હેઠળના ગંધરાજબારી વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન ચાલી રહ્યું હતુ, ત્યારે એક વાહનમાં ગુપ્ત ચેમ્બરમાંથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મિઝોરમના ચંફઈમાંથી આ દવાઓની દાણચોરી કરતા બે દાણચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરીને પોલીસની કામગીરીની બિરદાવી છે.

હાલમાં બંને આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવીને કોને આપવાનો હતો.તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, નોંધનિય છે કે અહીંથી પહેલા પણ આવી જ રીતે ડ્રગ્સની કેપ્સ્યૂલ ઝડપી લેવામાં આવી હતી અને હવે ફરીથી કરોડો રૂપિયાનો મોટો જથ્થો ઝડપાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter