ચૈતર વસાવાની ધરપકડ બાદ કેજરીવાલનો પ્રહાર, ભાજપને હવે ગુજરાતની જનતા જવાબ આપશે - Gujarat Post

09:57 PM Jul 05, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી.જેને લઈને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે એક્સ પર લખ્યું, ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં આપની સામે હાર બાદ ભાજપ હચમચી ગયું છે. તેમને લાગે છે કે આ પ્રકારની ધરપકડથી આપ ડરી જશે, તો આ તેમની સૌથી મોટી ભૂલ છે. ગુજરાતના લોકે હવે ભાજપના કુશાસન, ભાજપની ગુંડાગીરી અને તાનાશાહીથી પરેશાન થઈ ચૂક્યાં છે. ભાજપને હવે ગુજરાતના લોકો જવાબ આપશે.

નોંધનિય છે કે ચૈતર વસાવાની ધરપકડ બાદ અહીંની જનતામાં પણ ભાજપ સામે આક્રોશ ફેલાઇ ગયો છે, આપના કાર્યકર્તાઓ દ્વારા પણ ભાજપ સરકાર અને પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.