કેજરીવાલે જેલમાંથી મોકલ્યો વીડિયો સંદેશ, કહ્યું- જિંદગીની દરેક ક્ષણ દેશને સમર્પિત- GujaratPost

02:12 PM Mar 23, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જેલમાંથી અરવિંદ કેજરીવાલે મોકલેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલ લોઢાની જેમ મજબૂત છે. તમારો ભાઈ, તમારો દીકરો લોખંડ જેવો મજબૂત છે. તેમના જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે. તેમણે કહ્યું કે તેઓ જલદી બહાર આવશે. સમાજ સેવાનું કામ અટકવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમના વચનો પણ પૂરા કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, 'તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે, મારા પ્રિય દેશવાસીઓ, મારી ગઈકાલે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, હું અંદર હોઉં કે બહાર, હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ. મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે. મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, તેથી આ ધરપકડ મને આશ્ચર્યચકિત કરતી નથી. આપણે ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો છે. ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને કમજોર કરી રહી છે. આપણે આ શક્તિઓને હરાવવાની છે. હું બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે જેલમાંથી સીએમ દ્વારા મોકલાવેલો સંદેશ વાંચતા કહ્યું, 'હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે સમાજ કલ્યાણ અને જન કલ્યાણનું કામ બંધ ન કરવું જોઈએ.  ભાજપના લોકોને નફરત ન કરતા અને કોઇ ખોટા નિર્ણયો ન કરતા.હું તમારી સેવા માટે પાછો આવીશ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post