+

બાંગ્લાદેશમાં સેનાનું મેડ ઇન ચાઇના જેટ સ્કૂલમાં ક્રેશ થયું, 31 લોકોનાં મોત

શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 31 લોકોનાં મોત  ઢાકા: બાંગ્લાદેશ વાયુસેનાનું F7 તાલીમાર્થી ફાઇટર જેટ બપોરે ઢાકામાં ક્રેશ થયું છે. આ અકસ્માત બાંગ્લાદેશના ઉત્તર વિસ્તારમાં થયો હતો. જ

શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 31 લોકોનાં મોત 

ઢાકા: બાંગ્લાદેશ વાયુસેનાનું F7 તાલીમાર્થી ફાઇટર જેટ બપોરે ઢાકામાં ક્રેશ થયું છે. આ અકસ્માત બાંગ્લાદેશના ઉત્તર વિસ્તારમાં થયો હતો. જેમાં 31 લોકોનાં મોત થયા છે. અંદાજે 100 લોકો ઘાયલ થયા છે. વિમાન ક્રેશ થવાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 

રાહત અને બચાવ કામગીરી ચાલુ 

લડાકુ વિમાન ક્રેશ થયાની માહિતી મળ્યાં બાદ ફાયર વિભાગની એક ટીમને ઘટના સ્થળે પહોંચી છે.બાંગ્લાદેશ આર્મીના અધિકારીઓ અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના 8 વાહનો ઘટના સ્થળે પહોંચ્યાં છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન ક્રેશ થયા બાદ અફડા તફડી મચી ગઇ હતી અને અનેક લોકોનાં મોત થયા છે.

વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ થયું

સેના અને ફાયર ઓફિસરે અકસ્માત વિશે વિગતવાર માહિતી આપી. અકસ્માત સમયે બાળકો શાળામાં હાજર હતા. અકસ્માત થયો ત્યારે અહીં વર્ગો ચાલી રહ્યાં હતા.બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે એક ટૂંકા નિવેદનમાં પુષ્ટિ આપી છે કે ક્રેશ થયેલું વિમાન F-7 એરફોર્સનું હતું. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter