+

એક સમયે PM મોદી માટે ગમે તેમ બોલતા હતા, હવે ભાજપમાં જોડાઇ ગયા અર્જુન મોઢવાડિયા, શું ભાજપમાં કોંગ્રેસ જેવું સન્માન મળશે ?

કોંગ્રેસમાં મોઢવાડિયાનો દબદબો હતો, ભાજપમાં શું થશે ? મોઢવાડિયાને 40 વર્ષ સુધી કોંગ્રેસને કારણે માન-સન્માન મળ્યું હવે ભાજપમાં ફાયદો દેખાતા ત્યાં પહોંચી ગયા ગાંધીનગરઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ

કોંગ્રેસમાં મોઢવાડિયાનો દબદબો હતો, ભાજપમાં શું થશે ?

મોઢવાડિયાને 40 વર્ષ સુધી કોંગ્રેસને કારણે માન-સન્માન મળ્યું

હવે ભાજપમાં ફાયદો દેખાતા ત્યાં પહોંચી ગયા

ગાંધીનગરઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો કોંગ્રેસનો નિર્ણય અર્જુન મોઢવાડિયાને ખટક્યો અને તેઓ ભાજપમાં ચાલ્યાં ગયા, આ વાત લોકોના માન્યાંમાં આવે તેમ નથી, કારણે કે કોંગ્રેસે અગાઉ પણ અનેક નિર્ણયો એવા લીધા હતા, જે ટીકાને પાત્ર હતા, ત્યારે મોઢવાડિયા ચૂપ કેમ હતા ? પરંતુ અહીં તો હવે પાણી જુઓ અને પાણીની ધાર જુઓ... જેવો ઘાટ છે, ભાજપ સાથે રહેવામાં પોતાનો ફાયદો છે, તેવું જાણી ગયેલા અનેક સ્વાર્થી નેતાઓ હવે કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી રહ્યાં છે.

એક સમયે પીએમ નરેન્દ્ર મોદી માટે વિવાદીત વાતો કરનારા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓએ પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો કરી લીધો છે, આ સમયે જય શ્રી રામના નારા લાગ્યા હતા.

મોઢવાડિયાએ કહ્યું કે હું પરિવર્તન માટે ભાજપમાં જોડાયો છું, ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ ભાજપમાં આવ્યો છું અને હું સેવા કરવા માંગુ છું.

અર્જુન મોઢવાડિયા સિવાય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેર પણ આજે ભાજપમાં જોડાઇ ગયા છે, તેમને પહેલા જ કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ બંને નેતાઓ સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.

આ બંને નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે જે સન્માન મળતું હતુ, તે ભાજપમાં મળશે કે નહીં, તે આગામી સમય બતાવશે, પરંતુ જનતા જાણે છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓના કેવા હાલ થાય છે, જરૂરિયાત સુધી બધુ ઠીક લાગે છે પછી સાઇડ લાઇન કરાયા હોવાનો અહેસાસ થવાનું ચાલુ થઇ જાય છે.

જો કે હાલમાં તો ભાજપ લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીઓમાં લાગી ગયું છે, જેથી કોઇ પણને પાર્ટીમાં લેવા તૈયાર છે. પરંતુ સ્વાર્થી નેતાઓને જનતા જવાબ નથી આપી રહી તે વાત લોકશાહી માટે ખતરો છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

facebook twitter