લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલના પુત્રવધૂ અર્ચના ભાજપમાં જોડાયા- Gujarat Post

08:36 PM Apr 04, 2024 | gujaratpost

મુંબઈઃ લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં ભાજપનો ભરતી મળો ચાલું જ છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલના પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા હતા. આ પહેલા શુક્રવારે અર્ચના પાટીલ ચાકુરકર બીજેપી નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યાં હતા. અર્ચના પાટીલ ચાકુરકર ફડણવીસને મળ્યાં ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું.

અર્ચના પાટીલ ચાકુરકરે મુંબઈમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણા નેતાઓની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આજે અર્ચના પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો તે ખૂબ જ આનંદની વાત છે. તેમને સામાજિક કાર્યકર તરીકે 30 વર્ષનો અનુભવ છે. માત્ર લાતુર જિલ્લા માટે જ નહીં પરંતુ મરાઠવાડાને પણ સારું નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું છે. અમે 2019માં એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે તમે ચૂંટણી લડો.

અર્ચનાના ભાજપમાં જોડાવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણે તેમની પાર્ટીમાં પ્રવેશ માટે મધ્યસ્થી કરી હતી, ત્યારબાદ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે ભાજપમાં જોડાયા હતા.

Trending :

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post