અરવલ્લીઃ એસીબીની ટીમને વધુ એક સફળતા મળી છે, આ વખતે મોડાસામાં ટ્રેપ કરવામાં આવી છે અને મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા અને નિવૃત તલાટી મહેશ ભાટિયા 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
આરોપીએ ઇધરામાં જમીનની નોંધ પડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.ત્યાર બાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ, જેમાં નિવૃત તલાટીએ સર્કલ ઓફિસર વતી 15 હજાર રૂપિયા લીધા અને તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. બંને આરોપીઓ સામે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરે છે તો તમે પણે તેની સામે એસીબીમાં ફરિયાદ કરી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526