+

અરવલ્લીમાં ગરબા રમી રહેલા બિલ્ડરને આવ્યો હાર્ટએટેક- Gujarat Post

અરવલ્લીઃ રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેકના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેકને કોરોનાની રસી કે કોરોનાની બિમારી સાથે

અરવલ્લીઃ રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેકના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેકને કોરોનાની રસી કે કોરોનાની બિમારી સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ વધી છે. અરવલ્લીમાં ગરબા રમતા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું છે.

બિલ્ડર પ્રવીણભાઈ પટેલને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મોડાસાની કોરલસિટીમાં રહેતા હતા. મૂળ જેસિંગપુરના વતની એવા બિલ્ડરનનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર પર આઘાત તૂટી પડ્યો છે.

નોંધનિય છે કે ગુજરાતમાં હાર્ટએટેકના લગભગ દરરોજ કિસ્સાઓ સામે આવી કહ્યાં છે, નાના બાળકોથી લઇને યુવાનોમાં હાર્ટેએટેકના કિસ્સા વધી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter