+

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, આ વર્ષની 10મી ઘટના

ન્યૂયોર્ક: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતના કિસ્સાઓ વધી રહ્યાં છે. ઓહાયો સ્ટેટમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુ

ન્યૂયોર્ક: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતના કિસ્સાઓ વધી રહ્યાં છે. ઓહાયો સ્ટેટમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે આ માહિતી આપી હતી. વિદ્યાર્થીની ઓળખ ઉમા સત્ય સાઈ ગડ્ડે તરીકે થઈ છે, જે ક્લેવલેન્ડ ઓહાયોથી અભ્યાસ કરતો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે ઓહાયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના મોતથી ખૂબ જ દુઃખી છું.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ખાતરી આપી છે કે મૃતદેહને ભારત લઈ જવાની સુવિધાઓ સહિત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ભારતમાં પરિવારના સંપર્કમાં છે. તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવામાં આવશે.

2024ની શરૂઆતથી અમેરિકામાં ભારતીય મૂળના નવ ભારતીયોના મોત થયા છે, જેમાં વધારે વિદ્યાર્થીઓ છે અને આ 10મો કિસ્સો છે. ગયા મહિને એટલે કે માર્ચમાં આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના બુરીપાલેમના રહેવાસી 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અભિજીત પરચુરુની અમેરિકામાં હત્યા કરવામાં આવી હતી. અભિજીત બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પરિવારના જણાવ્યાં મુજબ, 11 માર્ચે યુનિવર્સિટી કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ કારમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. એક મિત્રની ફરિયાદ બાદ પોલીસને વિદ્યાર્થીની લાશ મળી હતી.

આ વર્ષે પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય પણ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. ભારતીય વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીની પણ હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતો વિવેક સૈની પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter