આણંદઃ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ATSની ટીમે 107 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સના રોમટીરીયલ્સ સાથે છ લોકોની ધરપકડ કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ ખંભાત નજીક ભાડેથી ફેક્ટરી લીધી હતી. અહીં ઊંઘની ગોળીઓમાં વપરાતો પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવવામાં આવતો હતો, તેનો ઉપયોગ ડ્રગ્સમાં પણ કરવામાં આવે છે. ગુપ્ત માહિતીને આધારે એટીએસે ગુરુવારે સાંજે ફેક્ટરી પર દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ પદાર્થ મળી આવ્યો હતો.
સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) અલ્પ્રાઝોલમના ઉત્પાદન માટે લાઇસન્સ જારી કરે છે. આ દવા પણ NDPS એક્ટના દાયરામાં આવે છે. દરોડા સમયે આરોપીઓ પાસેથી લાયસન્સ માંગવામાં આવતાં તેમની પાસે કોઈ લાઇસન્સ ન હતું.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ સાયકોટ્રોપિક પદાર્થો બનાવવાની ફેક્ટરી ભાડે લીધી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કમાં કેટલા લોકો સામેલ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/