માળીયા કચ્છ હાઇવે પર કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો, 4 લોકો બળી જતા મોત

09:48 AM Aug 08, 2025 | gujaratpost

કચ્છઃ મોરબી-માળીયા કચ્છ હાઈવે પર કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતા ભીષણ આગ લાગી હતી. જેમાં 4 લોકો બળી જતા તેમના મોત થઇ ગયા છે. 6 લોકો ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકોમાં બે સગીર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.

સુરજબારીથી હરીપર વચ્ચે રોંગ સાઈડમાં આવતા ટેલર અને ડિઝલ ભરેલી ટ્રક વચ્ચે અકસ્માતમાં ડીઝલ ઢોળાતા અર્ટીકા કારને પણ ઝપેટમાં લીધી હતી. જેમાં 4 લોકોના મોત થયા છેે અને 5 બાળકો અને અન્ય 2 લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++