+

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડેલા આપના આ નેતાએ રાજીનામું આપ્યું- Gujarat Post

ગોપાલ ઈટાલિયાની જીત બાદ વધતા પ્રભુત્વથી કરશનદાસ ભાદરકા નારાજ હતા થોડા દિવસોમાં તેઓ કોઈ નવો ધડાકો કરી શકે છે રાજકોટઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાએ અચાનક રાજીનામું આપી દીધું છે. AAP

ગોપાલ ઈટાલિયાની જીત બાદ વધતા પ્રભુત્વથી કરશનદાસ ભાદરકા નારાજ હતા

થોડા દિવસોમાં તેઓ કોઈ નવો ધડાકો કરી શકે છે

રાજકોટઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાએ અચાનક રાજીનામું આપી દીધું છે. AAPના નેતા કરશનદાસ ભાદરકાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું સોંપ્યું હતું.

AAPના નેતા કરશનદાસ ભાદરકાએ રાજીનામું આપતાં જણાવ્યું કે, 'મારી તબિયતને લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, માટે હું મારા બધા હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું.

સૂત્રોના જણાવ્યા મુજબ, કરશનબાપુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હતા. વિસાવદરની ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયા દ્વારા વારંવાર પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના વખાણ કરવાથી તેઓ નારાજ થયા હોવાનું મનાય છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કરશન બાપુએ ભાજપના જવાહર ચાવડાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમને 23,000 મત મળ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter