પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ત્રણ રાજ્યોના 12 જેટલા પરિષરોમાં ઇડીના દરોડા
નવી દિલ્હીઃ જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે, અંદાજે 750 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્વિમ બંગાળમાં દરોડા પાડવામાં આવ્યાં છે.
જીએસટી બિલિંગ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ શિવકુમાર દેવડાની ધરપકડ પહેલા જ થઇ હતી, ત્યાર બાદ અન્ય કૌભાંડીઓનાં નામો ખુલ્યાં હતા.આ શખ્સોએ કોઇ પણ પ્રકારનો બિઝનેસ કર્યાં વગર જ બિલો બનાવીને આઇટીસી લઇ લીધી હતી અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હતુ.
દરોડામાં ડિઝિટલ સામગ્રી અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.અનેક લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કેસમાં હજુ પણ મોટી કાર્યવાહી કરાશે.