અમરેલીઃ રાજુલા પંથકમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાર પટોળી ગામે પ્રેમી-પ્રેમિકાના ચક્કરમાં પ્રેમીના મિત્રની હત્યા કરવામાં આવી હતી. પ્રેમિકાએ તેના પ્રેમીને મળવા બોલાવતા પ્રેમી તેના મિત્ર સાથે બાઇક પર મળવા પહોંચ્યા હતો. ત્યારે પ્રેમિકા અને તેના સગાએ પ્રેમી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે પ્રેમી ભાગી જતાં મિત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મિત્રનું મોત નીપજ્યું હતું
જૂની બારપટોળી ગામ નજીક નાગભાઇ વણઝર નામનો યુવક તેની પ્રેમિકા મળવા માટે ગયો હતો. આ સમયે મોટરસાયકલ પર તેનો મિત્ર મનુભાઈ મકવાણા તેની સાથે હતો. દરમિયાન યુવતીના સંબંધીઓએ અગાઉથી કાવતરું રચીને ગેરકાયદેસર મંડળી રચીને બંનેને માર માર્યો હતો. યુવતીનો પ્રેમી નાગભાઇ વણઝર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જયારે તેના મિત્ર મનુભાઈ મકવાણાને યુવતીના સંબંધીઓએ જીવલેણ માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનુભાઈ મકવાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે આ ઘટનામાં માર મારનારા 5 આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/