અમરેલીઃ રાજુલામાં એસીબી ટ્રેપમાં સરકારી બાબુ ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીને ફોરેસ્ટ વિભાગ સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થયો હતો. જેની ડિપોઝિટ પેટે તેઓએ રૂપિયા 5,00,000 જમા કરાવેલા હતા. આ કોન્ટ્રાક્ટનું કામ પૂર્ણ થઈ જતા ફરિયાદીએ આરોપી યોગરાજસિંહ મુળુભા રાઠોડ, ફોરેસ્ટ ઓફિસરને ડિપોઝિટની રકમ છૂટી કરવા માટે જણાવ્યું હતું. જે ડિપોઝિટની રકમ છૂટી કરવા તથા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જે કામ કરેલ હતું, તેના કમિશનની ટકાવારી પેટે એમ બંને કામના સાથે મળી યોગરાજસિંહે ફરિયાદી પાસે રૂપિયા 10,00,000 ની લાંચની માંગણી કરી હતી.
આ અંગે ફરિયાદીએ અગાઉ રૂપિયા 90,000 આપ્યાં હતા. તેમ છતાં યોગરાજસિંહે લાંચની રકમની માંગણી ચાલુ રાખી હતી, આ કામના ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ. જેમાં આરોપી યોગરાજસિંહ અને વીસ્મય દિનેશભાઈ રાજ્યગુરુ, કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારિત) સાથે મળીને ફરિયાદી પાસે લાંચના નાણાં સ્વીકારતા રેન્જ ફોરેસ્ટ ઓફિસ, રાજુલામાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારી: ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર,
ગીર સોમનાથ એ.સી.બી. પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારી: જી.વી.પઢેરીયા, I/c Assistant Director,
એ.સી.બી. જૂનાગઢ એકમ, જૂનાગઢ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમરેલી જિલ્લાના રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ મુળુભા રાઠોડ અને કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આઘારીત) વિસ્મય દિનેશભાઈ રાજ્યગુરુ રૂા.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) October 26, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram