+

અમરેલીમાં બે ભાઈઓ અને ભત્રીજાને લાગ્યો વીજકરંટ, ત્રણેયનાં મોતથી પરિવારમાં આક્રંદ

અમરેલી: ખાંભાના હનુમાનપુરમાં બે સગા ભાઈઓ અને ભત્રીજાને વીજકરંટ લાગતા ઘટનાસ્થળ પર જ તેમના મોત થઇ ગયા છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી પરિવાર અને ગામજનોમાં શોકનો માહોલ છે. અમરેલી જિલ્લાના ખાંભાના

અમરેલી: ખાંભાના હનુમાનપુરમાં બે સગા ભાઈઓ અને ભત્રીજાને વીજકરંટ લાગતા ઘટનાસ્થળ પર જ તેમના મોત થઇ ગયા છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી પરિવાર અને ગામજનોમાં શોકનો માહોલ છે.

અમરેલી જિલ્લાના ખાંભાના હનુમાનપુરમાં મકાનનું કામ ચાલતું હોવાને કારણે રેતી વોશ કરી રહ્યાં હતા. રેતી વોશિંગના મશીનથી વીજ કરંટ લાગતા બે સગા ભાઇઓ અને એક ભત્રીજાનું મોત થયું છે.

મૃતકોમાં પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32), માનકુભાઈ જીલુભાઇ બોરીચા (ઉ.વ.30) અને ભત્રીજો ભવદીપભાઈ બબાભાઈ બોરીચા (ઉ.વ.22) નો સમાવેશ થાય છે.

ત્રણ યુવકોનાં મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણેયને 108 મારફતે ખાંભા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter