+

T- 20 World Cup: સેમિ ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે, 2022નો બદલો લેવાની મોટી તક

અફઘાનિસ્તાનને હરાવી સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો ભારતની આજે રાત્રે ઈંગ્લેન્ડ સામે ટક્કર થશે, જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત ચાલી રહેલ T

અફઘાનિસ્તાનને હરાવી સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની આજે રાત્રે ઈંગ્લેન્ડ સામે ટક્કર થશે, જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત ચાલી રહેલ T-20 વર્લ્ડકપ 2024 ની અંતિમ મેચો રમાઇ રહી છે. સુપર-8ની મેચો પૂરી થઈ ગઈ છે. બીજી સેમિ ફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રોવિડન્સમાં રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચમાં ભારતીય ટીમ પાસે ઈંગ્લેન્ડથી બદલો લેવાની સુવર્ણ તક છે.

T-20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ભારતીય ટીમ T-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે અને ગ્રુપ સ્ટેજ બાદ તેણે સુપર એઈટમાં પણ ટોચ પર રહીને પુરી કરી છે.જો આજની મેચમાં વરસાદ પડે અને રદ્દ થાય તો ટીમ ઈન્ડિયા સીધી જ ફાઈનલમાં પહોંચી જશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter