પાછોતરા વરસાદથી ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે
મગફળી, સોયાબીન, કપાસ સહિતનો પાક ભારે વરસાદથી નિષ્ફળ ગયો છે
Latest Amreli News: ભાજપના ધારાસભ્યો ધીમે ધીમે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. આવી અનેક ઘટનાઓ થોડા સમયમાં સામે આવી છે. ગુજરાતમાં દિવસથી પડેલા પાછોતરા વરસાદના કારણે ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે. જેને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે.
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોને પાક નુકસાની સામે સહાય આપવાની
માગ કરી છે. જેમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદને પગલે ખેડૂતોના શીંગ, કઠોળ, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને આર્થિક સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે.
બીજી તરફ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં વળતર આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526