+

નકલી સ્કૂલ બાદ હવે નકલી ડોક્ટર, અમદાવાદમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી

અમદાવાદઃ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં નકલી સ્કૂલ પકડાઇ હતી અને હવે નકલી ડોક્ટરની મોટી હોસ્પિટલ પકડાઇ છે. જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદેસર રીતે દવાની પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો પર્દાફા

અમદાવાદઃ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં નકલી સ્કૂલ પકડાઇ હતી અને હવે નકલી ડોક્ટરની મોટી હોસ્પિટલ પકડાઇ છે. જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદેસર રીતે દવાની પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે. અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે આ કાર્યવાહી હાથ ધરી છે.

ડોક્ટર તરીકે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો

નકલી ડોક્ટરો જનરલ ક્લિનિક ચલાવતા હોવાના અનેક કિસ્સા પહેલા પકડાયા છે, પરંતુ આ વખતે તો અમદાવાદના બાવળા તાલુકાના કેરાળા ગામમાં મેહુલ ચાવડા નામનો વ્યક્તિ નકલી ડોક્ટર તરીકે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. આ નકલી ડોક્ટર સારવારના નામે લાખો રૂપિયાની કમાણી કરીને દર્દીઓના આરોગ્ય સાથે રમત રમી રહ્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

નકલી ડોક્ટર દર્દીની સારવાર કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે દર્દીની સારવાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો દર્દીના પરિવારજનોએ બનાવ્યો હતો. જેની પુત્રીને સારવાર માટે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, બાદમાં તેનું મોત થયું હતું.

આ વાયરલ વીડિયોની તપાસ કરવાનો આદેશ મળતાં CDHO ડો. શૈલેષ પરમારની આગેવાની હેઠળની ટીમ પોલીસ સાથે તપાસ કરવા અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી હતી. તપાસ બાદ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.

હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે 5 દર્દીઓ દાખલ થયા હતા

અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નકલી ડોક્ટર 15 બેડની હોસ્પિટલ ચલાવતો હતો. જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં દરોડા પાડ્યા ત્યારે પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતા. પાંચેય દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

CDHO એ કહ્યું અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી વિઝિટિંગ કાર્ડ અને હોસ્પિટલની ફાઇલ મળી આવી હતી. બંનેમાંથી એક પણ ડોકટરનું નામ લખવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે આ હોસ્પિટલ બનાવી અને ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરનારા નકલી તબીબો સામે હોસ્પિટલ સીલ કર્યા બાદ શું કાર્યવાહી થાય છે.  

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter