(ફાઇલ ફોટો)
શું વેજલપુર પોલીસ તપાસને અન્ય દિશામાં લઇને જઇ રહી છે ?
શું પોલીસને આરોપીઓ તરફથી કોઇ ફાયદો મળ્યો છે ?
એફડીના નાણાં લેનારા તમામ લોકોને કેમ નથી પકડી રહી પોલીસ ?
અમદાવાદઃ પોલીસને જો કોઇ બેંક ફ્રોડ કે અન્ય કોઇ મોટો કેસ હાથમાં આવી જાય છે તો તેઓ તેમાંથી મલાઇ જ શોધ્યાં કરે છે, તેઓ કોને બચાવવા અને કોને છોડવા તેના રસ્તા જાતે જ શોધી લે છે, આ વખતે કેસ આવ્યો છે ફડચામાં ગયેલી ક્લાસિસ કો.ઓ.બેંકની એફડીની ઉચાપતનો, રૂપિયા 2 કરોડ 8 લાખની ક્લાસિક કો.ઓ.બેંકની એફડી બારોબાર બીઓઆઇ, સરખેજ શાખામાંથી સિદ્ધીવિનાયક ટ્રેડર્સ, બીઓબી, નરોડાના એકાઉન્ટમાં આરટીજીએસ કરાઇ હતી, જેમાં ક્લાસિક કો.ઓ.બેંકના અધિકારીના બનાવટી સહી-સિક્કા અને લેટરપેડનો ઉપયોગ કરીને આ એફડીના રૂપિયા અન્ય પ્રાયવેટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યાં હતા, આ કેસમાં બીઓઆઇના પૂર્વ મેનેજર અલ્પેશ કનુભાઇ રાઠવા, ક્લાસિક કો.ઓ.બેંકના પ્યુન ભરત બાબુલાલ શર્માની ધરપકડ કરાઇ છે અને સ્ટેટમેન્ટને આધારે ધ્રુમિલ ત્રિવેદી નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઇ છે.
વેજલપુર પોલીસ આ કેસમાં શું રાંધી રહી છે ?
શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ કેસથી અજાણ છે ?
કરોડો રૂપિયાની એફડીની ઉચાપતના આ કેસમાં વેજલપુર પોલીસની કામગીરી શંકાના ઘેરમાં દેખાઇ રહી છે, એફડીના નાણાં સિદ્ધવિનાયક ટ્રેડર્સના બેંક ખાતામાંથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા, જેમાં આ નાણાં શૈલી એન્ટરપ્રાઇઝ, આરપી ઇમ્પેક્સ, પૂર્વાંગ ત્રિવેદી, ટીપી લિંક પ્રાઇવેટ લિમિટેડનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા, ત્યાર બાદ આ ખાતાઓમાંથી નાણાં રોડડા ઉપાડી લેવામાં આવ્યાં હતા, જે લોકોના બેંક એકાઉન્ટમાં નાણાં ગયા છે તે લોકોની પૂછપરછ કરીને હવે તેમને ફરિયાદી બનાવવામાં આવ્યાં છે, અહીં એ જાણવું જરૂરી છે કે આ ફરિયાદીઓના બેંક ખાતામાં તેમની મરજીથી જ રૂપિયા આવ્યાં હતા કે કેમ ?? તો તેમની સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી જરૂરી છે, સાથે જ આ રોકડા રૂપિયા ઉપાડીને કોણ લઇ ગયું અને તેનો ફાયદો કેટલા લોકોએ લીધો છે, તેની તપાસ યોગ્ય જગ્યાએ થવાની જગ્યાએ ખોટી દિશામાં થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
જેમના બેંક એકાઉન્ટમાં પૈસા આવ્યાં હતા તે લોકોની ઉંડી તપાસ કેમ નથી કરાતી ?
જે વ્યક્તિઓના એકાઉન્ટમાં પૈસા આવ્યાં છે તેમને જ ફરિયાદી બનાવી દેવાયા
આ કેસ સાથે જોડાયેલા એક વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે પોલીસ આ કેસમાં ગોલમાલ કરીને મોટા માથાઓને બચાવી રહી છે, એફડીના કેટલાક પૈસા ક્યાં ગયા તેનો હજુ સુધી કોઇ પત્તો નથી,તેના પરથી લાગી રહ્યું છે કે આરોપીઓને મદદ મળી રહી છે. સાથે જ પોલીસ રાતના સમયે કેટલાક લોકોના ઘરે જઇને તેમને હેરાન કરી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, આરોપીઓ સામે સીધી કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે સમય વેડફીને વેજલપુર પોલીસ શું સાબિત કરવા માંગે છે. તે સૌથી મોટો સવાલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો