+

ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર રાજશ્રી કોઠાર

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર રાજશ્રી કોઠારી પર ફરિયાદ નોંધાયા બાદ તે ભૂર્ગભમાં હતી અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. .

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઝડપાયેલા આરોપીઓમાં ડો.સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત, ડૉ.પ્રશાંત વીજરાણી, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ, રાહુલ જૈનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્તિક પટેલ હજુ ફરાર છે.

ફરાર કાર્તિક પટેલ ફ્રી કેમ્પ કરવા માટે દબાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.વધારે દર્દીઓને હોસ્પિટલમાં લાવવા તે અન્ય લોકોને દબાવતો હતો. હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે માટે દર્દીઓને શોધતો હતો. હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાથી 16.14 કરોડ રૂપિયાની રકમ થોડા જ મહિનાઓમાં મેળવી લીધી હતી. કાર્તિક પટેલ વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરાયું છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા દર્દીઓનાં મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું છે મામલો ?

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. તેમાંથી કેટલાક દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ લગાવી દેવામાં આવ્યાં હતા. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાંના થોડા જ કલાકોમાં મૃત્યું પામ્યા હતા. ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ રજિસ્ટ્રેશન જ નથી કરાવ્યું. રજિસ્ટ્રેશન કરાવનારી હોસ્પિટલોની ઓનલાઈન ઉપલબ્ધ યાદીમાં ખ્યાતિ હોસ્પિટલનું નામ નથી, આમ સરકારી રૂપિયા પડાવવા માટે જ આ હોસ્પિટલે અનેક ગોરખધંધા કર્યાં હોવાનું સામે આવ્યું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter