+

ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર રાજશ્રી કોઠારીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા- Gujarat Post

અમદાવાદઃખોટા ઓપરેશન કરીને બે લોકોના ભોગ લેનારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેના 10 દિવ

અમદાવાદઃખોટા ઓપરેશન કરીને બે લોકોના ભોગ લેનારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. હજુ પણ એક આરોપી પોલીસ પક્કડથી દૂર છે.આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી રાજશ્રી કોઠારી સમગ્ર બનાવ બાદ પોલીસથી નાસતી ફરતી હતી. બે લોકોના મોતના કેસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી રાજશ્રી કોઠારીની શું ભૂમિકા રહી છે તે ક્રાઇમ બ્રાન્ચ માટે ખૂબ જ મહત્વનું બની ગયું હતું.

ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારીની 3.61 ટકાની ભાગીદારી છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું અને સરકારમાંથી પૈસા ખંખેરવામાં આવતા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter