અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિકોલમાં મોટો રોડ શો યોજાયો હતો, જ્યાં સુરક્ષાનો સઘન બંદોબસ્ત હતો, અનેક રસ્તાઓ કલાકો માટે બંધ કરી દેવામાં આવતા લોકો હેરાન પરેશાન થયા હતા, બીજી બાજુ તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.
એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શૉ
એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો અને રસ્તાની આસપાસ લોકો મોદીને જોવા ઉમટી પડ્યાં હતા. હરિદર્શન ચોકડીથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. મોદીએ રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને 916 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતુ.
પાકિસ્તાન પર કર્યાં પ્રહાર
મોદીએ ઓપરેશન સિંદુરની વાત કરીને ભારતીય સૈન્યના વખાણ કર્યા હતા અને દુશ્મન દેશ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. કહ્યું કે 22 મીનિટમાં બધો સફાયો કરીને ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યુ કે, ઓપરેશન સિંદૂર આપણી સેનાની વીરતા અને સુદર્શન ચક્રધારી મોહનની ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. આપણા પૂજ્ય બાપુ, ચરખાધારી મોહને સ્વદેશી દ્વારા ભારતની સમૃદ્ધિનો માર્ગ બતાવ્યો હતો, અહીં આપણી પાસે સાબરમતી આશ્રમ છે. આ આશ્રમ એ વાતનો સાક્ષી છે કે દાયકાઓ સુધી તેમના નામે સત્તા ભોગવનાર પક્ષે બાપુના આત્માને કચડી નાખ્યો હતો. બાપુના સ્વદેશીના મંત્રનો શું વાંક ? આજે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીના નામે દિવસ-રાત વાહનો ચલાવનારાઓના મોઢામાંથી તમે સ્વચ્છતા કે સ્વદેશી શબ્દો સાંભળ્યાં નહીં હોય. આ દેશ સમજી શકતો નથી કે તેમની સમજણનું શું થયું છે ?
વારે તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી: મોદી
જ્યારે હુલ્લડોથી કર્ફ્યૂમાં જીવન ગુજારવું પડતું હતુ, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી ન હતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે કે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો હતો. અનેક કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર અમે પ્રહાર કર્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દુનિયામાં, દરેક વ્યક્તિ આર્થિક હિતોના આધારે રાજકારણ કરવામાં વ્યસ્ત છે. અમદાવાદની આ ભૂમિ પરથી હું મારા નાના ઉદ્યોગ સાહસિકો, મારા નાના દુકાનદાર ભાઈઓ અને બહેનો, મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, મારા પશુપાલક ભાઈઓ અને બહેનોને કહીશ અને હું ગાંધીજીની ભૂમિ પર આ કહી રહ્યો છું. મારા દેશના નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો કે પશુપાલકો, દરેક માટે, હું તમને વારંવાર વચન આપું છું કે, મોદી માટે તમારા હિત સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોને ક્યારેય કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે એટલું દબાણ આવે, અમે સહન કરવાની શક્તિ વધારતા રહીશું. આજે, આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતથી ઘણી ઉર્જા મળી રહી છે અને તેની પાછળ બે દાયકાની મહેનત છે.
આજની યુવા પેઢીએ એવા દિવસો જોયા નથી જ્યારે અહીં લગભગ દરરોજ કર્ફ્યૂ લાદવામાં આવતો હતો. અહીં ધંધો કરવો મુશ્કેલ હતો. અશાંતિનું વાતાવરણ હતું. અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે અને તમે બધાએ આ કર્યું છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે પણ વાતાવરણ બનાવવામાં આવ્યું છે, તેના સુખદ પરિણામો આપણે દરેક જોઈ રહ્યાં છીએ. આજે, ગુજરાતમાં દરેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આખું ગુજરાત ગર્વ અનુભવે છે કે આપણું રાજ્ય કેવી રીતે ઉત્પાદન કેન્દ્ર બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં આયોજિત કોલ્ડપ્લે કોન્સર્ટની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. એક લાખ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું અમદાવાદનું સ્ટેડિયમ આકર્ષણનું કેન્દ્ર છે. આ દર્શાવે છે કે અમદાવાદમાં મોટા કોન્સર્ટનું આયોજન કરી શકાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++